VIDEO: સુરેન્દ્રનગરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત, 2 આશાસ્પદ યુવકોના મોત
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર લીંબડી નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં જામનગરના યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે લખતર પાસે બેફામ કારે બાઈકને હડફેટે લેતા અન્ય એક યુવકે જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનાઓમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી એકની હાલત ગંભીર છે. માર્ગ અકસ્માત અટકાવવા માટે તંત્રના પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. બ્લેકસ્પોટની સંખ્યા વધી પણ અકસ્માતો કંટ્રોલ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ત્યારે અકસ્માત ઝોન સ્થળો પર સ્પીડબ્રેકરો બનાવવાની માંગ વધી છે. સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં રોજ સરેરાશ એક જિંદગી હોમાઈ રહી છે. એવામાં અકસ્માતો અટકાવવા માટે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

