VIDEO: સુરેન્દ્રનગરમાં તંત્રના પૂરતા જથ્થાના દાવાઓ વચ્ચે પેટ્રોલ પંપો પર લાગ્યા તાળા, સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરમાં તંત્રના પૂરતા જથ્થાના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા અત્યંત કપરી બની છે. જિલ્લાના 70 ટકાથી વધુ પેટ્રોલપંપો પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી જતાં મધ્યરાત્રિએ જ તાળા લાગી ગયા છે. પંપ પર ઇંધણ મેળવવા માટે લાઈનો લગાવતા વાહનચાલકો હવે ખાલી હાથે પરત ફરી રહ્યા છે. આ અછતને કારણે ટ્રાન્સપોર્ટ, ખેતી અને સ્થાનિક ઉદ્યોગો ઠપ્પ થવાના આરે છે, જેનાથી ભવિષ્યમાં મોંઘવારી ભડકે બળવાની આશંકા સેવાઈ રહી છે. તંત્રના પોકળ દાવાઓ વચ્ચે સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આ સ્થિતિ વહેલી તકે સુધરે તે અનિવાર્ય છે.

