Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Pandemic control in Surendranagar: Heavy rush of patients and long queues at Civil Hospital

VIDEO: સુરેન્દ્રનગરમાં રોગચાળો બેકાબુ: સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ અને લાંબી લાઈનો

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરમાં રોગચાળો તીવ્ર ગતિએ બેકાબુ બની રહ્યો છે. ગણતરીના કલાકોમાં શંકાસ્પદ ડેંગ્યુના ૧૦ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. તંત્ર દ્વારા દર્દીઓના નમૂના લઈ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. જેમાં ડેંગ્યુ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસો સૌથી વધુ સામે આવ્યા છે. આ ઉપરાંત તાવ, શરદી અને ઉધરસના દર્દીઓ પણ મોટી સંખ્યામાં દાખલ થઈ રહ્યા છે. દર્દીઓ સિવિલમાં ડોક્ટરો સમયસર હાજર ન રહેતા હોવાની બૂમરાણ મચાવી રહ્યા છે. સિવિલમાં માત્ર ૩ કલાકમાં જ ૬૦૦થી વધુ દર્દીઓની OPD નોંધાઈ છે. વધતા કેસોને ધ્યાને રાખી તંત્ર ઝડપથી રોગચાળો કાબુમાં લે તે અત્યંત જરૂરી બન્યું છે.

App Store