VIDEO: સુરેન્દ્રનગરમાં સડેલું અનાજ અપાતું હોવાનો આક્ષેપ
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાંથી મધ્યાહ્ન ભોજન યોજનાને લઈને એક અત્યંત ચોંકાવનારા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના તમામ મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં સડેલા અને જીવાતવાળા ચણાનું વિતરણ કરવામાં આવ્યું હોવાનો મોટો ધડાકો થયો છે. સરકાર દ્વારા પુરવઠા પેટે મોકલવામાં આવેલા આ ચણા એટલી હદે ખરાબ છે કે વિદ્યાર્થીઓ તેને ખાઈ શકે તેમ જ નથી. આ ઘટના સામે આવતાની સાથે જ વહીવટી તંત્રમાં મોટો દોડધામ મચી ગઈ છે.

