Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Notification of new delimitation of Surendranagar Municipal Corporation has been issued

Surendranagar news: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવા સીમાંકનનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવા સીમાંકનનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું
સોર્સ : gstv

Surendranagar news: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં રાજ્યના નવ શહેરોને મહાનગરનો દરજ્જા અને નવા સીમાકંનની મંજૂરી આપી હતી. જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવા સીમાકંનનું નોટિફિકેશન જાહેર કરાયું હતું.

App Store

મળતી માહિતી અનુસાર, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શહેરી વિકાસને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં   સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સીમાંકન અંગે પણ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડ અને 52 કોર્પોરેટરો હશે. જેમાં 5 અનુસૂચિત જાતિ 14 બેઠકો પછાત વર્ગો માટે અનામત રાખવામાં આવશે. મનપાની કુલ 26 બેઠકો પર ફરજિયાત મહિલા અનામત લાગુ કરવામાં આવી છે. ટૂંક સમયમાં કયો વિસ્તાર ક્યાં વોર્ડમાં જશે તે પણ નક્કી કરાશે. ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે. નવા વોર્ડના સીમાંકન માટે મહાનગરપાલિકાની ટીમો કામે લગાવામાં આવશે.