VIDEO: મૂળીમાં 8 હજારથી વધુ જિલેટીન સ્ટીક ઝડપાઈ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના વગડીયા ગામે રહેણાંક મકાનમાંથી 8,196 જિલેટીન સ્ટીક અને ડીટોનેટર વાયરનો જથ્થો ઝડપાયો છે. એસઓજી પોલીસે દરોડો પાડી આશરે 1.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી મૂળી પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. રહેણાંક વિસ્તારમાં વિસ્ફોટકનો જથ્થો મળી આવતા આસપાસની સોસાયટીને મોટું નુકસાન થવાની ભીતિ હતી. પોલીસ તપાસમાં ખનીજ માફિયાઓ દ્વારા કાર્બોસેલ ખોદકામ માટે વિસ્ફોટકનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાની માહિતી સામે આવી છે. મોરબી, વાંકાનેર અને રાજકોટ તરફથી વિસ્ફોટકનો જથ્થો સુરેન્દ્રનગરમાં આવતો હોવાની વિગતોના આધારે પોલીસે સમગ્ર સપ્લાય નેટવર્કની તપાસ શરૂ કરી છે.

