Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Massive fire breaks out at Surendranagar PGVCL office

VIDEO: સુરેન્દ્રનગર PGVCL કચેરીમાં વિકરાળ આગ

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર શહેરના હેન્ડલુમ રોડ ઉપર આવેલી PGVCL કચેરીમાં વહેલી સવારે વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા કચેરીમાં રાખેલા કીમતી વાયર, કોપર અને એલ્યુમિનિયમ સહિતના સંસાધનો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. સદનસીબે નાઈટ ડ્યુટી પર રહેલા કર્મચારીઓને સમયસર સલામત બહાર કાઢી લેવાયા હતા. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

App Store