Surendranagar: હાઇકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલી સામે વકીલોએ નોધાવ્યો વિરોધ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં હાઈકોર્ટ જજ સંદીપ ભટ્ટની ભોપાલમાં બદલી સામે વકીલોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર બાર એસોસિએશનના તમામ વકીલો કોર્ટ કામગીરીથી અળગા રહીને કોર્ટ કમ્પાઉન્ડમાં એકત્રિત થયા છે. વકીલો કોર્ટમાં જ નથી ગયા, જેને કારણે કામગીરી ઠપ થઈ છે. બદલી અટકાવવા બાર એસોસિએશન મેદાને ઉતર્યું છે. વકીલ ઘનશ્યામસિંહ ઝાલાએ જણાવ્યું કે, "આ બદલી અન્યાયપૂર્ણ છે," જ્યારે વિનોદ સોલંકીએ કહ્યું, "અમે આ મુદ્દે લડીશું." વિરોધનો આ વંટોળ ચાલુ રહેવાની શક્યતા છે.

