Surendranagar news: પૂર્વ ધારાસભ્ય ધનરાજ કૈલાસે PM મોદીને વિદેશી કપાસ મામલે લખ્યો પત્ર, જાણો શું છે સમગ્ર મામલો

સોર્સ : GSTV
ગુજરાતના સુરેન્દ્રનગરના વઢવાણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણના પૂર્વ ભાજપ ધારાસભ્ય ધનરાજ કૈલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. વિદેશી કપાસ પર 11 ટકા આયાત ડ્યૂટી રદ કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે પત્રમાં કૈલાએ ચેતવણી આપી કે સસ્તા વિદેશી કપાસની આયાતથી ખેડૂતોનું નુકસાન થશે, જેના પરિણામે ઋણગ્રસ્ત ખેડૂતોમાં આત્મહત્યાનું જોખમ વધી શકે છે.
ટેક્સટાઈલ ઉદ્યોગને સસ્તો કાચો માલ મળશે
ખાસ કરીને, મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભ જેવા કપાસ ઉત્પાદક વિસ્તારોમાં આત્મહત્યાનું પ્રમાણ પહેલેથી જ ઊંચું છે. આ નિર્ણયથી સરકારને 170 કરોડ રૂપિયાની આવકનું નુકસાન થશે, જ્યારે ટેક્સટાઈલ ઉદ્યોગને સસ્તો કાચો માલ મળશે, પરંતુ ખેડૂતોના હિતોનું બલિદાન થશે.

