VIDEO: સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સ્થાનિકોની ચૂંટણી બહિષ્કારની ચિમકી
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં સ્થાનિકોએ ચૂંટણી પહેલા 'પહેલા સુવિધા, પછી મતદાન'નો હુંકાર કર્યો છે. દસથી વધુ સોસાયટીઓના રહીશોએ રોડ-રસ્તા, પાણી અને ઉભરાતી ગટરના પ્રશ્નોને લઈ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.રહીશોનો ગંભીર આક્ષેપ છે કે ડ્રેનેજ અને પાઇપલાઇનના બિલો પાસ થઈ ગયા હોવા છતાં કામો થયા નથી. ગંદા પાણીને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળતા લોકોમાં ભારે આક્રોશ છે.

