Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Internal clashes before Surendranagar Municipal Corporation elections, threat of boycott of voting

VIDEO: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ આંતરિક ડખા, મતદાન બહિષ્કારની ચીમકી

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં વિરોધનો સુર ઉઠ્યો છે. ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં સગાવાદ અને સબંધવાદના આક્ષેપો સાથે મૂળચંદ સહિતના ભળેલા 5 ગામોના આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો છે.

App Store

પૂર્વ સરપંચોની અવગણના કરી લાગતા-વળગતાઓને ટિકિટ અપાઈ

મળતા અહેવાલ પ્રમાણે  સ્થાનિકોનો આક્ષેપ છે કે પૂર્વ સરપંચોની અવગણના કરી લાગતા-વળગતાઓને ટિકિટ અપાઈ છે. વિકાસ ન થવા અને ટિકિટમાં અન્યાય થવાના વિરોધમાં આગેવાનોએ હવે અપક્ષ ચૂંટણી લડવાની અથવા મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે, જેનાથી રાજકીય ગરમાવો વધી ગયો છે.