VIDEO: સુરેન્દ્રનગર ડબ્બા ટ્રેડિંગ કેસમાં ASI સંજયસિંહ રાઠોડની શોધખોળ તેજ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગના નેટવર્ક પર રેન્જ આઈ.જીની ટીમના દરોડા બાદ ASI પોલીસકર્મી સંજયસિંહ રાઠોડને ઝડપી લેવા ટીમો કામે લાગી છે. રતનપર રામેશ્વર ટાઉનશીપ ખાતે ધમધમતા ડબ્બા ટ્રેડિંગ નેટવર્ક પર રેન્જ આઈ.જી.ની ટીમે દરોડા પાડ્યા હતા...આ હાઇ-પ્રોફાઇલ કેસમાં સ્થાનિક પોલીસને તપાસથી દૂર રાખીને આઠ જેટલી એસ.આઈ.ટી. ટીમો કામે લગાડવામાં આવી છે. દરોડા દરમિયાન મળી આવેલા દસ લેપટોપ, સત્તાવીસ મોબાઈલ અને પેનડ્રાઈવમાં ટૂંકા નામ લખેલા છે, જેમાંથી ફરાર એ.એસ.આઈ. પોલીસકર્મી સંજયસિંહ રાઠોડ અને સત્તર જેટલા બ્રોકરોની ધરપકડ બાદ જ મોટા ખુલાસા થવાની સંભાવના છે. જ્યાં સુધી મુખ્ય સૂત્રધાર સંજયસિંહ પકડાશે નહીં, ત્યાં સુધી ડબ્બા ટ્રેડિંગના આ નાણાકીય સંસાધનો અને નેટવર્કના મૂળ સુધી પહોંચવું અઘરુ લાગી રહ્યું છે.

