Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : In Surendranagar, prices of animal fodder, fodder increase, double blow of inflation on animal husbandry

VIDEO: સુરેન્દ્રનગરમાં પશુઆહાર, ખોળના ભાવ વધતા પશુપાલકો પર મોંઘવારીનો બેવડો માર

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકો પર ફરી એકવાર મોંઘવારીનો મોટો માર પડ્યો છે. માત્ર એક જ મહિનામાં પશુઆહાર અને ખોળના ભાવમાં ત્રણ વખત વધારો ઝીંકાયો છે, જેને કારણે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવા ભાવ વધારા અનુસાર, ખોળના ભાવમાં પ્રતિ બેગ ૨૦૦ રૂપિયા, જ્યારે પશુઆહાર અને મકાઈના ભૂંસામાં પ્રતિ બેગ ૧૦૦ રૂપિયાનો વધારો થયો છે. એક તરફ વરસાદ ખેંચાવાને લીધે લીલા ઘાસચારાની અછત સર્જાતા તેના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જ્યારે બીજી તરફ દૂધના ખરીદ ભાવ યથાવત છે. પશુઓનો નિભાવ અને તેમનો ખોરાક મોંઘો થતાં પશુપાલન કરવું હવે અત્યંત મુશ્કેલ બન્યું છે.

App Store