VIDEO: સુરેન્દ્રનગરમાં આકાશી આફત વચ્ચે કઠેચી ગામનું તળાવ તૂટતાં આખું ગામ જળમગ્ન!
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસી રહેલા અવિરત વરસાદના કારણે જળાશયો હાઈલેવલ પર પહોંચતાં ભારે તારાજી સર્જાઈ છે. વરસાદી પાણીના ભારે દબાણથી કઠેચી ગામનું તળાવ અચાનક તૂટી જતાં પૂરના પાણી સમગ્ર ગામમાં ઘૂસી ગયા છે. તળાવના ધસમસતા પાણી ગામના ૧૦૦ થી વધુ મકાનોમાં ભરાઈ જતાં લોકોની ઘરવખરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. આ અચાનક આવી પડેલી આફતથી ગ્રામજનોમાં ભારે અફડાતફડી અને ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘટના અંગે ગ્રામજનોએ તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરતાં તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

