Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Impact of GSTV report: Work begins to fill 15-foot potholes in Wadhwan

Surendranagar: GSTVના અહેવાલની અસર: વઢવાણના 15 ફૂટના ખાડાઓ ભરવાની કામગીરી શરૂ

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરની હેરિટેજ સિટી વઢવાણમાં રોડની ખરાબ હાલત અને ખાડાઓની સમસ્યાએ સ્થાનિક લોકોનું જનજીવન મુશ્કેલ બનાવ્યું હતું. GSTVના ધારદાર અહેવાલ બાદ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સફાળી જાગી અને વઢવાણના પ્રવેશદ્વાર પાસે પડેલા 15 ફૂટના ખાડાઓ ભરવાની કામગીરી રાતોરાત શરૂ કરી દીધી. આ ખાડાઓએ ખાસ કરીને બાળકો અને રાહદારીઓ માટે ગંભીર સમસ્યા ઊભી કરી હતી, જેમાં રોજબરોજ બાળકો પડીને ઇજાગ્રસ્ત થતા હતા.

App Store

વઢવાણના એકમાત્ર પ્રવેશદ્વાર પાસે આવેલા આ ખાડાઓએ સ્થાનિક રહીશોની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો. શિયાળીની પોળ રોડ અને ધોળીપોળ વિસ્તારમાં પણ ખાડાઓની સમસ્યા ગંભીર બની હતી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. GSTVના અહેવાલે આ મુદ્દો ઉજાગર કરતાં મહાનગરપાલિકાએ તાત્કાલિક ટીમો ગોતી અને ખાડાઓ ભરવાની કામગીરી હાથ ધરી.