VIDEO: સુરેન્દ્રનગર સિવિલમાં માનવતા મરી પરવારી: દર્દીને જમીન પર સુવડાવી સારવાર અપાતાં રોષ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સાયકેટ્રિક રોગથી પીડિત મહિલા દર્દીને ઇમરજન્સી વિભાગમાં બેડ આપવાને બદલે જમીન પર સુવડાવી સારવાર આપવામાં આવતાં ભારે વિવાદ સર્જાયો છે. દર્દીને રજડતી મૂકવાના દ્રશ્યો સામે આવતાં પરિવારજનોમાં આક્રોશ વ્યાપી ગયો છે. આ ઉપરાંત, લેબોરેટરી દ્વારા પણ ઘોર બેદરકારી દાખવીને 1 કલાકમાં મળવાપાત્ર રિપોર્ટ 7 કલાક પછી આપવામાં આવ્યા હતા. આરોગ્ય ક્ષેત્રે કરોડોનું બજેટ હોવા છતાં ડોક્ટરોની મનમાની અને નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

