VIDEO: સુરેન્દ્રનગરના દૂધઈ ગામે ક્રશર પ્લાન્ટ મામલે GPCBએ કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કર્યો
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના દૂધઈ ગામે ચાલતા ક્રશર પ્લાન્ટ મામલે GPCB દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દૂધઈ ગામે આવેલા ક્રશર પ્લાન્ટમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોનું પાલન ન થતું હોવાનો ખુલાસો થયો છે. મામલતદાર અને GPCBની ટીમ દ્વારા પ્લાન્ટ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પથ્થરોને દળીને રેતી બનાવવાની કામગીરી ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. પ્લાન્ટમાં નિયમોનું પાલન ન થતું હોવાનું જણાતા સમગ્ર મામલે ગાંધીનગર ખાતે વધુ કાર્યવાહી માટે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. માનવ વસાહતથી 500 મીટરનું અંતર, ઊંચી દીવાલ સહિતના જરૂરી નિયમોનું પાલન ન થતું હોવાનું પણ સામે આવ્યું છે. હાલ સીઝ કરાયેલા પ્લાન્ટ સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

