VIDEO: સાયલા-સુદામડા હાઈવે પર આવેલા પેટ્રોલપંપ પર ડીઝલની અછતને કારણે મોડી રાત્રે ભારે હોબાળો
સોર્સ : gstv
સાયલા-સુદામડા હાઈવે પર આવેલા ઓમ પેટ્રોલપંપ પર ડીઝલની અછતને કારણે મોડી રાત્રે ભારે હોબાળો મચી ગયો હતો. ખેડૂતોએ સવારથી લાઈનમાં કેરબા મૂકીને રાહ જોઈ હતી, પરંતુ ટ્રકોને વધુ પ્રાથમિકતા મળતા ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો. ખેડૂતોએ માંગ કરી હતી કે પહેલા તેમને ડીઝલ આપવામાં આવે. તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા પોલીસને બોલાવવી પડી હતી, જેમણે ખેડૂતોને સમજાવી મામલો શાંત પાડ્યો હતો. ખેડૂતોને માંડ 50 લિટર ડીઝલ મળી રહ્યું છે, જ્યારે ટ્રકોને 100 લિટર અપાતા ખેતીના કામો ઠપ્પ થવાની ભીતિ છે. પૂરતા પ્રમાણમાં ઈંધણ ન મળતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે.

