VIDEO: રતનપરમાં પાણી વચ્ચે અંતિમયાત્રા, તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. ઢીંચણ સમાણા પાણી વચ્ચે અંતિમયાત્રા કાઢવી પડી હતી, જ્યારે મૃતદેહ લઈ જતું વાહન પણ પાણીમાં ફસાઈ જતાં મુશ્કેલી સર્જાઈ. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણી નિકાલની વ્યવસ્થા નિષ્ફળ રહી છે અને પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

