VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં સારા વરસાદથી ચાર ડેમ છલકાયા
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરત વરસાદને કારણે જિલ્લાના ચાર મહત્વપૂર્ણ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે, જેમાં ધોળીધજા, નાયકા, વાંસલ અને હવે ત્રિવેણીઠાગા ડેમ પણ સંપૂર્ણ ભરાઈને છલકાઈ ગયો છે. ડેમો છલકાતાની સાથે જ સુરેન્દ્રનગરવાસીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને લોકો દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે. આગામી ઉનાળાની સિઝનમાં પીવા તથા સિંચાઈ માટે પાણીની વિકટ સમસ્યાનો અંત આવશે. જોકે, ડેમો ઓવરફ્લો થવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નદીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા માટે વિશેષ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

