Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Food and Drugs Department raids 36 Panipuri lorries in Surendranagar

VIDEO : સુરેન્દ્રનગરમાં 36 જેટલી પાણીપુરીની લારીઓ પર દરોડા, મોટા પ્રમાણમાં મળ્યો અખાદ્ય જથ્થો

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ખાણીપીણીના એકમો પર સપાટો બોલાવતા શહેરની 36 જેટલી પાણીપુરીની લારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી મોટા પ્રમાણમાં વાસી બટેકા અને અખાદ્ય ચટણી મળી આવતા તેનો તાત્કાલિક નાશ કરાયો હતો. આ ઉપરાંત, 80 ફૂટ રોડ પર આવેલી 20થી વધુ દુકાનોમાંથી મીઠાઈ, ફરસાણ અને અન્ય ચીજવસ્તુઓના નમૂના લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અખાદ્ય વસ્તુઓ વેચી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખાણીપીણીના બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

App Store