નાણાં ભર્યા છતાં TC ન મળતા ખેડૂતોએ સુરેન્દ્રનગર PGVCL કચેરીએ કર્યો હલ્લાબોલ
સોર્સ : gstv
સાયલા તાલુકા પંચાયતના સભ્યએ ખેડૂતોને સાથે રાખી સુરેન્દ્રનગર PGVCL કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 4 મહિનાથી નવું TC લેવા માટે રૂપિયા ભરી દીધા હોવા છતાં TC આપવામાં આવતું નથી. જુનિયર આસિસ્ટન્ટ અને કર્મચારીઓ દ્વારા ખેડૂતો સાથે ગેરવર્તન કરી ધમકી આપવામાં આવે છે. ગંગાનગર વિસ્તારમાં શાકભાજીનું વિપુલ વાવેતર છે, પરંતુ છેલ્લા 5 દિવસથી વીજ પુરવઠો બંધ હોવાથી પાક બળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે પણ અંધારામાં દિવસ વિતાવવો પડ્યો હતો. લોડ વધારાની માંગ સાથે તાનાશાહી ચલાવતા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી તેમની બદલી કરવાની માંગણી કરાઈ છે.

