VIDEO: યુપીઆઈ વ્યવહારો પર એમડીઆર વિવાદ: નાણાં મંત્રાલયે વિદેશી દબાણના આક્ષેપ ફગાવ્યા
સોર્સ : gstv
નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે 2 હજારથી વધુના UPI પેમેન્ટ પર ઝીરો પોઈન્ટ 4 ટકા MDR લાગુ કરવાના નિર્ણય પાછળ કોઈ વિદેશી પ્રભાવ નથી. વિપક્ષ દ્વારા સરકાર અમેરિકાના દબાણ હેઠળ હોવાના આક્ષેપો કરાયા બાદ આ ખુલાસો કરાયો છે....સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મંત્રાલયે જણાવ્યું કે ભારતની UPI નીતિના નિર્ણયો હંમેશાં સ્વતંત્ર રીતે લેવાય છે, જેનો ઉદ્દેશ્ય આત્મનિર્ભર અને પરવડે તેવી ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ બનાવવાનો છે. ૨૦૧૬માં શરૂ થયેલ UPI આજે વિશ્વની સૌથી મોટી રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે અને તે સંપૂર્ણપણે ભારતના પોતાના નિયમો પર આધારિત છે.

