Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Even after the order of the system, the ride continued throughout the day in patdi

VIDEO: પાટડીના લોકમેળામાં ધિંગાણું; તંત્રના આદેશ બાદ પણ દિવસભર ચાલુ રહી રાઈડ, પોલીસની કામગીરી સામે સવાલ

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં યોજાયેલા લોકમેળામાં ધિંગાણું સર્જાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ડેપ્યુટી કલેકટર દ્વારા રાઈડ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હોવા છતાં દિવસ દરમિયાન રાઈડ ચાલુ રહી અને રાત્રિના સમયે ધિંગાણું સર્જાયા બાદ પોલીસે રાઈડ બંધ કરાવી હતી. 

App Store

પરમીશન વગર જ ધારાસભ્ય પી.કે.પરમાર સહિતના આગેવાનોએ મેળાનું લોકાર્પણ કર્યું હતું. ડેપ્યુટી કલેકટર દ્વારા રાઈડ બંધ કરવા આદેશ કરાયો હોવા છતાં પાટડી પોલીસે સવારથી રાઈડ ચાલુ રહેવા દીધી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રાત્રે મેળામાં ધિંગાણું સર્જાયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને રાઈડ બંધ કરાવી હતી. લોકોમાં ચર્ચા થઈ રહી છે કે જો રાઈડ બંધ કરવાનો આદેશ પહેલેથી જ આપવામાં આવ્યો હતો, તો તેનો અમલ સમયસર કેમ ન કરાયો? ઘટના બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.