Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : MLA's son accused of kidnapping, public anger as police not registering complaint

Surendranagar: પાટડીના ધારાસભ્યના પુત્ર પર અપહરણનો આક્ષેપ, પોલીસ ફરિયાદ ન નોંધાતા લોકોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાટડીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પી.કે. પરમારના પુત્ર સામે એક યુવકનું અપહરણ કરી માર મારવાના ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. જોકે, પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં ન આવતા અનુસૂચિત સમાજના આગેવાનોએ આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

App Store

કેબિનેટ મંત્રી ડો.પ્રદ્યુમન વાંજાને પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા આંબેડકરજીની પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી. આ પ્રતિમા પર ધારાસભ્ય પી.કે. પરમારે પોતાનું નામ લખ્યું હોવાને કારણે વિવાદ સર્જાયો હતો. આ વિવાદને લઈને રાજરત્ન નાગવંશી નામના યુવકનું ધારાસભ્યના પુત્રએ અપહરણ કરી માર માર્યો હતો. આ ઘટનાના પુરાવા પોલીસને સોંપ્યા છતાં, પોલીસ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી, જેને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે.