Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : The system is red-handed against the Patadi Mela that started without permission and with dangerous rides

VIDEO: મંજૂરી વગર અને જોખમી રાઈડ્સ સાથે શરૂ થયેલા પાટડીના મેળા સામે તંત્ર લાલઘૂમ

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે યોજાતો શ્રાવણ માસનો પ્રથમ મોટો મેળો વિવાદોના ઘેરાવામાં આવી ગયો છે. પાટડી નગરપાલિકા દ્વારા મેળાનું મેદાન ફાળવવામાં આવ્યું છે, પરંતુ પ્રશાસન કે પાટડી પ્રાંત અધિકારીની કાયદેસરની મંજૂરી વગર જ ૧૪ અને ૧૫ ઓગસ્ટના રોજ યોજાનારા આ મેળામાં જોખમી રાઈડ્સ લગાવી દેવામાં આવી છે. તાજેતરમાં પડેલા વરસાદના કારણે મેળાના ગ્રાઉન્ડની જમીન પણ અત્યારે ભેજયુક્ત અને પોચી બની ગઈ છે, જેના કારણે કોઈપણ મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા સેવાઈ રહી છે. કોઈ પણ જાતની મંજૂરી કે સુરક્ષાના સાધનો વિના ચાલી રહેલા આ મેળા સામે જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકબૂમ ઉઠી છે.

App Store