VIDEO: એક હજાર વર્ષ જૂના ઐતિહાસિક વઢવાણ ગઢનો જર્જરિત ભાગ ઉતારવાની કામગીરી શરૂ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આવેલા ૧ હજાર વર્ષ જૂના ઐતિહાસિક ગઢનો જર્જરિત ભાગ ઉતારવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ધોળીપોળ અને ખાંડીપોળ સહિતના વિસ્તારોમાં ગઢમાંથી પથ્થરો ખરી રહ્યા હતા, જેને કારણે આગામી વરસાદી સીઝનમાં કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા આ પગલું લેવાયું છે. મહાનગરપાલિકા અને પુરાતત્વ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં જોખમી ભાગ ઉતારી લીધા બાદ ગઢનું રીનોવેશન કરવામાં આવશે. બીજી તરફ સ્થાનિકો દ્વારા એવી માંગ પણ કરવામાં આવી છે કે રીનોવેશન કામ દરમિયાન આ ઐતિહાસિક ગઢનો મૂળ આકાર ન બદલાય તેની વિશેષ તકેદારી રાખવામાં આવે, જેથી તેની પ્રાચીન ભવ્યતા અને વારસો જળવાઈ રહે.

