VIDEO: સુરેન્દ્રનગરમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લાના ગણપતિ ફાટસર સહિતના વિવિધ મંદિરોના સંતો ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે એકત્રિત થયા હતા. આ બેઠકમાં સંતોએ ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સરકાર સમક્ષ જોરદાર માંગ કરી હતી.સંતોએ જણાવ્યું હતું કે ગૌરક્ષા થવાથી સમાજમાં શાંતિની નવી ઊર્જા ઉત્પન્ન થશે અને ગૌમાતાથી ખેતીક્ષેત્રને પણ મોટો ફાયદો થશે. આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોને ગૌ-રક્ષા કરવા માટે વિશેષ આહવાન કરવામાં આવ્યું હતું. સંતોએ સરકાર તાત્કાલિક ધોરણે ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે તેવી હાર્દિક અપીલ કરી હતી.

