Surendranagarમાં તળાવ ખાલી કરવાના નિર્ણયથી હજારો જળચર પ્રાણીઓ પર મોતનું જોખમ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરના ટાગોરબાગ બગીચામાં વસવાટ કરતા હજારો જળચર પ્રાણીઓ પર મોતનું જોખમ છે. તંત્ર દ્વારા ટાગોરબાગમાં આવેલુ તળાવનું પાણી ખાલી કરવાનો નિર્ણય કરાયો છે. જો કે જળચર પ્રાણીઓની સુરક્ષિત સ્થળે વ્યવસ્થા કર્યા વગર જ પાણી આ પાણી ખાલી કરવાની શરૂઆત કરાઈ છે. જેથી તળાવમાં વસવાટ કરતા માછલી અને અન્ય જળચર પ્રાણીઓનું જીવન જોખમમાં છે. ત્યારે પહેલા જળચર પ્રાણીઓને સુરક્ષિત સ્થળે વ્યવસ્થા કર્યા બાદ તળાવનું પાણી ખાલી કરવાની માંગ કરવામાં આવી છે.

