Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : My son who murdered me should be punished severely and don't spare him

VIDEO: પુત્ર શૈલેષ અને તેની સાથે કોઈ સંડોવાયેલું હોય તેને પણ સખ્ત સજા થાય, ફોરેસ્ટ અધિકારીના પિતાની અપીલ

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરમાં બે દિવસ પહેલાં કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્નિ, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનાર ACF શૈલષ ખાંભલાને ભાવનગર પોલીસ ઝડપી લીધો છે. વન વિભાગના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ભાવનગર પોસ્ટિંગ મેળવીને આવેલા ક્રુર પતિએ હેવાનિયતની હદ વટાવી ઘરકંકાસ જેવી સામાન્ય બાબતમાં પત્ની અને બે માસૂમ સંતાનને મોતને ઘાટ ઉતારી દીધાનો ઘટસ્ફોટ થયો છે. 

App Store

હત્યા કરનારા પુત્ર શૈલેષને કડકમાં કડક સજા કરવાની માંગ

ત્યારે શૈલેષ ખાંભલાના પિતા બચુભાઈ ખાંભલાએ ભારે હૈયે સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કર્યો છે, આ વીડિયો મારફતે સરકાર અને પોલીસને તેના પરિવારના બે માસૂમ બાળક અને પુત્રવધૂની હત્યા કરનારા પુત્ર શૈલેષને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે.