VIDEO: Surat: મહિધરપુરા હીરાબજારમાં થયો ભયાનક બ્લાસ્ટ, સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો
સોર્સ : GSTV
સુરતના મહિધરપુરા હીરાબજારમાં ગેસ બ્લાસ્ટ થયો છે. ઘરમાં આગ લાગતા ફ્રીજના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.
હીરા બજારના ગ્રાઉન્ડ પ્લસ ચાર માળાના મકાનમાં ચોથા માળે બ્લાસ્ટ થયો હતો. ત્યારે આ ઘટનાથી આખી બિલ્ડીંગ ધ્રુજી ઉઠી હતી. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર એ જ્વેલરી પોલિસિંગનું કામ થતું હતુ અને ત્યાં જ લોકો રહેતા હતા. ત્યાં રૂમમાં સિલિન્ડર લીકેજ થવાને કારણે આગ લાગી હતી. આગ ફ્રિજના કમ્પ્રેસર સુધી પહોંચી જતા ધડાકો થયો હતો. ફાયર વિભાગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો.

