Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surabhi Dairy's paneer declared sub-standard

Surat: સુરભી ડેરીનું પનીર સબ-સ્ટાન્ડર્ડ જાહેર, દૂધના બદલે સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટની ભેળસેળનો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Surat: સુરભી ડેરીનું પનીર સબ-સ્ટાન્ડર્ડ જાહેર, દૂધના બદલે સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટની ભેળસેળનો ખુલાસો
સોર્સ : GSTV

સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખટોદરા વિસ્તારમાં આવેલી જાણીતી સુરભી ડેરીનું પનીર સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયું છે.

App Store

સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા લેવામાં આવેલા પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ જાહેર થતાં હડકંપ મચી ગયો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ પનીર દૂધમાંથી નહીં, પરંતુ સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટમાંથી બનાવવામાં આવ્યું હતું, જે સીધું શહેરવાસીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે. સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા કરવામાં આવેલા પૃથક્કરણમાં ઘણી ગંભીર ખામીઓ સામે આવી છે.

આરોગ્ય અધિકારી બી. આર ભ્રમભટએ જણાવ્યું હતું કે, ધારાધોરણ મુજબ પનીરમાં ફેટનું પ્રમાણ 50% હોવું જોઈએ, તેની સામે આ નમૂનામાં તે માત્ર 35% જ માલુમ પડ્યું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે રિપોર્ટમાં બીટા-સિટોસ્ટેરોલની હાજરી મળી આવી છે, જે પનીરમાં એબ્સન્ટ હોવું જોઈએ. પનીરમાં દૂધને બદલે સ્ટાર્ચની માત્રા પણ મળી આવી છે. જે સ્પષ્ટપણે પનીર બનાવવામાં ભેળસેળ કરાઈ હોવાનું સાબિત કરે છે.