Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Fatal attack on farmer couple in Bhavnagar, Patidars in Surat react harshly

ભાવનગરમાં ખેડૂત દંપતી પર જીવલેણ હુમલો, સુરતમાં પાટીદારો આકરા પાણીએ

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર ખેડૂતો પર હુમલાની ઘટનામાં સતત વધારો થયો છે, ત્યારે ભાવનગરના ઉમરાળા તાલુકામાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપત્તિ પર જમીન પચાવી પાડવા મામલે હુમલો કરાયો હતો. 80 વર્ષના વૃદ્ધાને માર મારી અભદ્ર ગાળો બોલી અને તેના છોકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે આ ઘટનાના પડઘા હવે સુરતમાં પડ્યા છે.

App Store

અસમાજિત તત્વોએ ખેડૂત પરિવારની જમીન પચાવી લેવા માટે જીવલેણ હુમલો કર્યો હતો. દસ્તાવેજ કાઢી રાખજે તેમ કહીને દિવાલ તોડીને અંદર ઘુસી કબજો કર્યો હતો. સાથે કહ્યું હતું કે, 20-25 વર્ષ જેલમાં રહેવુ પડશે તો પણ તારી જગ્યા હું જ વાપરીશ એવી ધમકી આપી હતી.

આ નિંદનીય હુમલા સામે એકજૂટ થવાની અત્યંત મહત્વની મીટિંગ સુરતમાં યોજાઈ હતી. તેમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી અને સરઘસ કાઢીને ગામડાના લોકોને ભયમુક્ત કરવામાં આવશે. ઉપરાંત ગામડાઓમાં રહેતા પાટીદાર વયોવૃદ્ધ વડીલો માટે કોન્યુનિટી કીચન શરૂ કરવાની વાત પણ ચર્ચાઈ હતી. દરેક ગામડાઓમાં સરકારી અથવા સ્વ ખર્ચે કેમેરાઓ મુકવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. 

ગામડાંઓને જીવંત કરવા માટે સુરતમાં પાટીદારો દ્વારા મીટીંગ યોજવામાં આવી. પોલીસ તંત્ર અને  સરકાર સપોર્ટ કરે છે તેમ છતાં હજુ ગામડાઓમાં રહેતા લોકો ફરિયાદ કરતા ડરે તે માટે આ મીટિંગ યોજવામાં આવી હતી