Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Dasada MLA P.K. Parmar in controversy, writing his name on Dr. Ambedkar's picture

Surendranagar: દસાડાના MLA પી.કે. પરમાર ફરી વિવાદમાં, ડૉ. આંબેડકરની છબી પર પોતાનું નામ લખાવતા દલિત સમાજમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagar: દસાડાના MLA પી.કે. પરમાર ફરી વિવાદમાં, ડૉ. આંબેડકરની છબી પર પોતાનું નામ લખાવતા દલિત સમાજમાં રોષ
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા મતવિસ્તારના ધારાસભ્ય અને ભાજપના હોદ્દેદાર પી.કે. પરમાર ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. સૂત્રો અનુસાર, ધારાસભ્ય પર ડૉ. બી. આર. આંબેડકરની છબી પર પોતાનું નામ લખાવવાનો ગંભીર આક્ષેપ થયો છે, જેના કારણે સમગ્ર દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે.

App Store

SC અનામત બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય દ્વારા આવું કૃત્ય કરાતાં દલિત સમાજમાં સવાલ ઉઠ્યો છે કે, "શું ભાજપના ધારાસભ્ય પોતાને આંબેડકરથી પણ મહાન સમજે છે?"

આ સમગ્ર ઘટનાni એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. જેના પગલે દસાડાના સ્થાનિકો અને અનુસૂચિત જાતિના લોકોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. નિયુક્ત મંત્રીને દસાડાના ધારાસભ્ય અને ભાજપના હોદ્દેદારો દ્વારા આંબેડકરની છબીના નામકરણ બાબતે જે રીતે રજૂઆત કરવામાં આવી, તેનાથી પણ આ વિવાદ વકર્યો છે. આ ઘટનાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને ધારાસભ્યની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા છે.