VIDEO: કમિશનર સફાઈ કામગીરીમાં ઉતર્યા, ફોટોસેશન માટે સફાઈ કરાતી હોવાનો આક્ષેપ
સોર્સ : gstv
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર જે.કે.જાદવ સહિત ક્લાસ વન અધિકારીઓએ ચાલુ વરસાદ વચ્ચે શહેરની સફાઈ કામગીરી હાથ ધરી હતી. શહેરના મુખ્ય માર્ગો પર કમિશનરે ખુદ સાવરણો લઈ શ્રમદાન કર્યું હતું. શહેરમાં ગંદકીના કારણે રોગચાળો ન ફેલાય તે માટે અધિકારીઓ મેદાનમાં ઉતર્યા હતા, જોકે મફતિયા પરા વિસ્તારમાં સ્થાનિકોએ અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિકોના આક્ષેપ મુજબ મફતિયા પરામાં ઘરોમાં વરસાદી પાણી ભરાયા હોવા છતાં અગાઉ અનેક રજૂઆતો છતાં કામગીરી થઈ નહોતી અને હવે ફોટોસેશન માટે સફાઈ કરાતી હોવાનો આક્ષેપ થયો હતો. ટાગોરબાગ નજીક શહેરીજનો અને કમિશનર વચ્ચે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો અને સ્થાનિકે બનાવનો વીડિયો ઉતારતા તે ઝૂંટવી લેવાયો હોવાની પણ ફરિયાદ છે.

