Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Chotila Deputy Collector raids and exposes illegal sand mining in Surendranagar/Sukhbhadar river

VIDEO: સુરેન્દ્રનગર/ સુખભાદર નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનનો ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરે દરોડા પાડી કર્યો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લાના સુખભાદર નદીમાં ચાલી રહેલી ખનીજ ચોરી સામે પ્રશાસને કાર્યવાહી હાથ ધરી છે. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરે દરોડા પાડી ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ કર્યો હતો. તપાસ દરમિયાન નદીના અંદરના ભાગે ભારે મશીનો દ્વારા ખોદકામ કરી રેતી ચોરી થતી હોવાનો ખુલાસો થયો હતો. આ કાર્યવાહી દરમિયાન ખનીજ માફિયા જોગીદાસ ભુરાભાઈ ખાચરને ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપરાંત ડમ્પર, લોડર મશીન, ટ્રેક્ટર અને રેતી ચાળવાના ચારણા સહિત કુલ 71.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

App Store