Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Chemical tanker overturns on Ahmedabad-Rajkot highway

VIDEO: અમદાવાદ-રાજકોટ હાઇવે પર કેમિકલ ટેન્કર પલટ્યું

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર રણોલ ગામના પાટિયા નજીક વહેલી સવારે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રેન્કરમાં કિંમતી અને જ્વલનશીલ કેમિકલ ભરેલું હોવાથી સુરક્ષાના ભાગરૂપે થોડા સમય માટે હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. ટેન્કર પલટી જતા હાઇવે પર કેમિકલ ઢોળાઈ ગયું હતું, જેથી આગની શક્યતા ટાળવા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ટીમોએ કેમિકલ દૂર કરી માર્ગને સુરક્ષિત બનાવ્યા બાદ હાઇવે ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ઘટનામાં ડ્રાઇવર સહિત અન્ય ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે.

App Store