VIDEO: સાયલા-ચોટીલા હાઈવે પર કાળનો ભરડો: અલગ-અલગ બે ભયાનક અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા હાઈવે પર સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે. પ્રથમ બનાવમાં વણકી ગામ પાસે એસટી બસ પાછળ બાઈક ઘૂસી જતાં ચુડાના મોરવાડ ગામના બે યુવાનોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.બીજો બનાવ ડોળીયા ગામના ઓવરબ્રિજ પાસે બન્યો હતો, જ્યાં બે બાઈક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં લીંબડીના રહેવાસી મહિલાનું મોત થયું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

