Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : BJP leader's son detained in chemical theft case

સુરેન્દ્રનગરમાં ભાજપ નેતાના પુત્રની કેમિકલ ચોરી મામલે કરાઈ અટકાયત

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2025
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગરમાં ભાજપ નેતાના પુત્રની કેમિકલ ચોરી મામલે કરાઈ અટકાયત

સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે.  જેમાં ભાજપના એક નેતાના પુત્રની કેમિકલ ચોરીમાં અટકાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા પૂર્વ ભાજપ શહેર પ્રમુખના પુત્ર યુવરાજસિંહ જાડેજાની કેમિકલ ચોરીમાં અટકાયત કરવામાં આવી છે. SMC દ્વારા ધ્રાંગધ્રા નજીક 80 લાખથી વધુની રકમનું કેમિકલ ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ધ્રાંગધ્રા પોલીસ મથકના પી.આઈ ડી.ડી. ચાવડા સસ્પેન્ડ થયા હતા.

App Store

આ મામલે પૂર્વ શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજાના પુત્ર પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંતે નેતાનો પુત્ર કેમિકલ ચોરી કરી લાખોની આવક કરતા હોવાનો તપાસમાં ધડાકો થયો છે. આ મામલે ધ્રાંગધ્રા પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. નેતાઓના પુત્ર જ હવે કેમિકલ કાંડ કરવા લાગ્યા છે. સમગ્ર ઘટના બહાર આવતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ટોપિક્સ:surendranagar