Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : approximately 1,000-year-old historic fort of Wadhwan collapsed during heavy rain

VIDEO: Surendranagarમાં કુદરતનો પ્રકોપ; ભારે પવન અને વરસાદ દરમિયાન વઢવાણનો અંદાજે 1 હજાર વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ તૂટી પડ્યો

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવન અને વરસાદ દરમિયાન વઢવાણનો અંદાજે 1 હજાર વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ તૂટી પડવાની ઘટના બની છે. વઢવાણની ધોળીપોળ નજીક ગઢ પર વીજળી પડવાને કારણે તે ખંડિત થયો હોવાની શંકા સેવાઈ રહી છે, જેના પથ્થરો નીચે પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટના રાત્રિના સમયે બની હોવાથી કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી. ઘટના અંગે સ્થાનિકો દ્વારા વહીવટી તંત્ર અને પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી છે જેથી આ ઐતિહાસિક વિરાસતનું નિરીક્ષણ કરી જરૂરી પગલાં ભરી શકાય.

App Store