VIDEO: પાટડી તાલુકાના પોયડામાં અજાણ્યા શખ્સ દ્વારા પ્રોઢ વ્યક્તિ પર જીવલેણ હુમલો કરાયો
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના પોયડા ગામે અજાણ્યા શખ્સ દ્વારા ૭૫ વર્ષીય પ્રોઢ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ... મૃતક કડવાભાઈ ઠાકોર પોતાના ઘરની બાજુમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાટલો નાખીને સૂતા હતા, તે દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા તેમના માથાના ભાગે ઘાતક હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ઘટના સમયે મૃતકની પૌત્રી આરતીબેને આ હુમલો જોતા તેમણે તુરંત જ રાડબૂમ પાડી હતી, જેના કારણે પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પાટડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

