VIDEO: સાયલા-લીંબડી હાઈવે પર મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ પલટી, ટ્રાફિક જામ
સોર્સ : gstv
સાયલા-લીંબડી હાઈવે પર પ્રાઇવેટ એમ્બ્યુલન્સ પલટી જતાં અકસ્માતની ઘટના સામે આવી છે. મોરબીથી મૃતકનો મૃતદેહ લઈને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ છોટાઉદેપુર તરફ જઈ રહી હતી. મોરબીના ચકમપર ગામે મજૂરી કરતા યુવક વિજય સોમા નાયકાએ ખેતરમાં આપઘાત કર્યો હતો. ત્યારબાદ તેમના મૃતદેહને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મારફતે વતન છોટાઉદેપુરના કોઠારા ગામે લઈ જવામાં આવી રહ્યો હતો. દરમિયાન સાયલા નજીક એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો અને તે પલટી ગઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાહનોની અવરજવર પ્રભાવિત થતાં હાઈવે પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

