VIDEO / સુરેન્દ્રનગરઃ સાયલા-લીંબડી હાઈવે પર બસ પલટી, 108ની 7 એમ્બ્યુલન્સ દોડાવાઈ
સાયલા-લીંબડી હાઇવે પર બસ પલટી મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ પલટી મારતા 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાત જેટલી 108 દ્વારા તમામ ઇજાગ્રસ્તોને સાયલા હોસ્પિટલ પહોંચાડવામા આવ્યા હતા. છેલ્લા દોઢ મહિનાથી એમપીથી ધાર્મિક પ્રવાસે બસ લઈ અંદાજે 50 જેટલા લોકો નીકળ્યા હતા. સાયલા-વઢવાણ-લીબડી-મુળી-વડોદ-ચુડા- પાણસીણાની 108 તમામ ઈજાગ્રસ્તોને લઈ સાયલા સારવાર માટે પહોંચી હતી.

