Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : After the transfer of 443 policemen in Surendranagar, there was a discussion about the transfer of 22 personnel

VIDEO: સુરેન્દ્રનગરમાં ૪૪૩ પોલીસકર્મીઓની બદલી બાદ ૨૨ કર્મીઓના સ્થળ બદલાતા ચર્ચા જાગી

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસબેડામાં મોટો ફેરબદલ સામે આવ્યો છે. તાજેતરમાં જિલ્લા પોલીસવડા દ્વારા ૪૪૩ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી ૨૨ પોલીસકર્મીઓની બદલીના સ્થળોમાં અચાનક ફેરફાર કરીને તેમને સાચવી લેવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સુધારેલા આદેશ મુજબ ૬ પોલીસકર્મીઓને LCB અને SOG જેવી મહત્વની બ્રાન્ચમાં મુકવામાં આવ્યા છે. જિલ્લા પોલીસવડાએ વિચારણા કરીને આ તમામ ૨૨ કર્મીઓને નવી નિયુક્તિવાળી જગ્યાએ તાત્કાલિક હાજર થવા આદેશ કર્યો છે. જોકે, અચાનક બદલીઓ અટકાવીને ફેરફાર કેમ કરવો પડ્યો તે અંગે પોલીસબેડામાં સળગતા સવાલો ઊભા થયા છે.

App Store