VIDEO: સુરેન્દ્રનગરમાં વરસાદી પાણી ભરાયેલા ખાડામાં ડૂબી ત્રણ વર્ષના બાળકનું મોત
સોર્સ : gstv
સુરેન્દ્રનગર શહેરના ઓવરબ્રિજ નજીક વરસાદી પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જતાં ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. રમતા-રમતા બાળક અચાનક પાણી ભરેલા ખાડામાં પડી ગયો હતો, જેના બાદ પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી અને પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા મોડી રાત્રે બાળકનો મૃતદેહ વરસાદી પાણી ભરાયેલા ખાડામાંથી બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું સામે આવ્યું છે. ઘટનાએ મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ દુર્ઘટનાથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને સ્થાનિકોમાં પણ ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

