VIDEO: સુરેન્દ્રનગરમાં પોલીસકર્મીના મકાનમાંથી ગેરકાયદેસર શેર બજાર નેટવર્કનો પર્દાફાશ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલા પોલીસકર્મીઓના આવાસમાં રેન્જ આઈજીએ દરોડા પાડી ગેરકાયદેસર શેર બજારનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. પ્રાથમિક તપાસમાં 23 વ્યક્તિઓ દ્વારા શેરના ભાવમાં વધઘટના આધારે હારજીતનો જુગાર ચલાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન 10 લેપટોપ, 29 મોબાઈલ, 27 નોટબુક, 4 પેનડ્રાઈવ સહિત કુલ અંદાજે 3.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ નેટવર્ક છેલ્લા 10 વર્ષથી ચાલતું હોવાની માહિતી મળી છે. તપાસ દરમિયાન 16 બ્રોકરોના નામ પણ ખુલ્યા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર નેટવર્ક પોલીસકર્મી સંજયસિંહ રાઠોડના મકાનમાંથી સંચાલિત થતું હોવાનો આક્ષેપ છે.

