VIDEO: શ્રાવણ માસમાં તરણેતરના ત્રિનેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી
સોર્સ : gstv
શ્રાવણ માસ નિમિત્તે સુરેન્દ્રનગરના તરણેતરમાં આવેલા પૌરાણિક ત્રિનેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ભગવાન શિવના દર્શન માટે મંદિરે પહોંચ્યા હતા. ભક્તોએ ત્રિનેશ્વર મહાદેવના દર્શન અને પૂજા કરી ધન્યતા અનુભવી હતી. ધાર્મિક માન્યતા મુજબ, દ્રૌપદીનો સ્વયંવર પણ આ જ મંદિરના પટાંગણમાં યોજાયો હતો. વધુમાં, ભગવાન વિષ્ણુએ શિવની ઉપાસના દરમિયાન એક હજાર એક કમળ ચઢાવવાનો સંકલ્પ કર્યો હતો. એક કમળ ઓછું પડતાં તેમણે પોતાનું નેત્ર શિવલિંગ પર અર્પણ કર્યું હોવાની પૌરાણિક માન્યતા છે. ત્યારથી તરણેતરમાં ભગવાન શિવ ત્રિનેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે.

