VIDEO: જંબુસરના સ્તંભેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું
સોર્સ : gstv
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ જંબુસર તાલુકાના કાવી-કંબોઈ સ્થિત પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના "મીની સોમનાથ" તરીકે ઓળખાતા આ ધામ ખાતે મહીસાગર સંગમની પાવન ભૂમિ પર શિવભક્તો દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ધાર્મિક માન્યતા અનુસાર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત આ શિવલિંગ પર દિવસમાં બે વખત સમુદ્ર સ્વયં જળાભિષેક કરે છે. આ અલૌકિક દ્રશ્ય નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મંદિર પરિસરમાં વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ સુરક્ષા, પાણી અને દર્શન માટે ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

