Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : In Banaskantha, there was a huge increase in purchases despite the rise in prices due to fasting in the month of Shravan in the fruit market.

VIDEO: બનાસકાંઠામાં શ્રાવણ માસમાં ઉપવાસના કારણે ફ્રૂટ બજારમાં મોંઘવારી છતાં ખરીદીમાં ભારે તેજી જોવા મળી

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શ્રાવણ માસમાં ઉપવાસ વધતા બનાસકાંઠાના ડીસા અને પાલનપુરના ફળ બજારમાં ચહલપહલ વધી છે. ઉપવાસમાં ફળાહારનું મહત્વ વધતા કેળા, સફરજન અને નારિયેળની માંગ સૌથી વધુ જોવા મળી રહી છે. ભાવ વધ્યા હોવા છતાં ગ્રાહકોની ખરીદી યથાવત છે. હાલ 20 કિલો કેળાના ભાવ 550થી 600 રૂપિયા, જ્યારે 10 કિલો મોસંબી 300થી 350 રૂપિયામાં વેચાઈ રહી છે. 20 નંગ નારિયેળનો ભાવ 1100 રૂપિયા સુધી પહોંચ્યો છે. સફરજનની કિંમત ગુણવત્તા પ્રમાણે 100થી 150 રૂપિયા સુધી છે. બજારમાં મોટાભાગનો ફળનો જથ્થો મહેસાણા અને અમદાવાદથી આવે છે. વેપારીઓના મતે શ્રાવણ પૂર્ણ થયા બાદ ફળોના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News