VIDEO: કચ્છના નાના રણમાં 200થી વધુ ઘુડખરોનું ટોળું કેમેરામાં કેદ થયું
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં ઘુડખરોનો દુર્લભ નજારો કેમેરામાં કેદ થયો છે. બૂંગબેટ વિસ્તારમાં એક સાથે 200થી વધુ ઘુડખરોનું ટોળું જોવા મળ્યું હતું. વરસાદ બાદ રણમાં પાણી ભરાતા ઉચાણવાળા બેટ વિસ્તારમાં ઘુડખરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. સુરેન્દ્રનગરના નાના રણમાં 6 હજારથી વધુ ઘુડખરોનો વસવાટ હોવાનું જાણવા મળે છે. સુરક્ષાના હેતુથી ઘુડખરો બેટ વિસ્તારમાં આશ્રય લેતા હોય છે. પ્રથમ વખત એકસાથે આટલી મોટી સંખ્યામાં ઘુડખરો શાંતિથી ઊભા જોવા મળતાં આ દૃશ્ય દુર્લભ સંગમ સમાન બન્યું છે. હાલ ઘુડખરોનો પ્રજનન સમય ચાલી રહ્યો છે અને રણમાં પાણી ભરાયું હોવાથી અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. ઘુડખરોની સુરક્ષા અને પર્યટકોના કારણે થતા નુકસાનને અટકાવવા આ નિર્ણય લેવાયો છે.

